સર્વિસિસ

નવા ફેરફારો અને ઉત્પાદન નવીનતાઓ માટે નિયમ :

અમે ખેડુતોને નવી ટેક્નોલોજી અને નવીનતાઓથી પરિચિત કરીએ છે કે જે ખેતીવાડીમાં ખુબજ મહત્વની છે. અમે તેમને નવી ઉચ્ચ ઉપજ બીજ અને અન્ય ઉત્પાદનો માટે સૂચવીએ છે જે તેમના માટે ઉપયોગી સાબિત થઈ શકે છે

જમીન અને પાણીની ચકાસણી :

અમે વિવિધ સાધનોથી જમીન અને પાણીના પરીક્ષણ માટે તેમને સલાહ પૂરી પાડીએ છે. અમારી પાસે ચોક્કસ માર્ગદર્શન પૂરુ પાડવા માટે પોતાની લેબ અને કુશળ લેબ ટેકનિશિયન છે.

 

  • જમીનની ઉત્પાદકતાચકાસણી
  • પર્યાવરણીયમાટીચકાસણી
  • કણોનું કદઅનેરેતીચાળણીચકાસણી, વગેરે

સબસિડી કાર્યક્રમમાં મદદ :

ભારત સરકારખેતીવાડીક્ષેત્રેસબસિડીપૂરી પાડે છે. અમે સમજીએ છે કે ખેડૂતોને તે માટે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેથી સબસિડી મળવવા માટે અમે તેમને જરૂરી મદદ પૂરી પાડીએ છે. અમારા સલાહકારો ખેડૂતો સાથે બેસીને અને સબસિડી વિશે ચર્ચા કરીને તેમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે

તમારી પસંદગીની બેંકમાથી લોન :

સરકાર દ્વારા ખેડૂતોની જરૂરિયાતો મુજબ ઘણા વિષયોની લોન રાખવામાં આવેલ છે. ખેડૂતો ટૂંકા ગાળાની લોન લઈ શકે છે. અમે તેમને તેમની ઇચ્છિત બેન્કો પાસેથી લોન મેળવવા માટે મદદ કરીએ છે. અમે 25 થી વધુ રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકો સાથે સંકળાયેલા છે. અમારા નાણાકીય સલાહકારો ખેડૂતોની જરૂરિયાત મુજબ તેમને ઘણી પસંદગીઓ પૂરી પાડે છે.

 

 

ગ્રીન હાઉસનુ માળખું ઉભુ કરવું :

અમારી પાસે અનુભવી ટેકનિશિયન અને કુશળ કામદારો છે. અમારા ટેકનિશિયન દરેક પગલે યોગ્ય માર્ગદર્શન પૂરુ પાડે છે જેથી અમારા ગ્રાહકોને દોષરહિત ગ્રીનહાઉસ વ્યવસ્થા પૂરી પાડી શકીએ.

 

 

ટીપક સિંચાઇ અને ફોગીંગ સિસ્ટમ :

બેડ (પાળા) બનાવવા :

ગ્રીન હાઉસ માટે બેડ (પાળા) બનાવવાખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. અમે અમારા કુશળ અને અતિ આધુનિક ટ્રેઇનિંગ લીધેલા માણસો પાસે  બેડ (પાળા) તૈયાર કરાવીએ છીએ. બેડ (પાળા) બનાવતી વખતે અમે ઊંચી ગુણવત્તાના ખાતર વાપરીએ છે. જે જંતુ દૂર રાખવામાં મદદ કરે છે.

 

છોડ અને વાવેતર :

અમે છોડની વૃદ્ધિ અમારી નર્સરીમા અનુભવી વ્યક્તિઓની દેખરેખ હેઠળ કરીએ છે. અમે ગ્રીન હાઉસમાં વાપરવા માટે શ્રેષ્ઠ ગુણવત્તા વાળા તૈયાર છોડ પૂરા પાડીએ છે.

તમારા ગ્રીન હાઉસના લેબરને તાલિમ (ટ્રૈનિંગ) આપવી :

અમારી પાસે કૃષિ ક્ષેત્રમાં શિક્ષિત સ્નાતકો છે. તેઓ વધુ સારી રીતે ઉત્પાદન કરવા માટે ખેડૂત ને નિયમિત તાલીમ પૂરી પાડે છે. અમે ખેડૂતોને વૈજ્ઞાનિક કૃષિવિજ્ઞાનની સેવા પૂરી પાડે છે.
 

ગ્રીન હાઉસના ઉત્પાદનને વેચાણ કરવામાં મદદરુપ થવુ :

અમારી કંપની દ્વારા ખેડૂતમિત્રોને ગ્રીન હાઉસમાં થયેલ ઉત્પાદન ક્યાં, કેવી રીતે વેચાણ કરવુ એની સંપુર્ણ માહિતી અમારા દ્વારા ખેડૂતમિત્રોને આપવામાં આવે છે. અમે ખેડૂતમિત્રોના ગ્રીન હાઉસના ઉત્પાદનને શ્રેષ્ઠ ભાવ મળે તે માટે અમદાવાદ, બરોડા, મુંબઈ, બેંગ્લોર, દિલ્હી અને ભારતમાં આવેલા શ્રેષ્ઠ મંડી બજાર અને શ્રેષ્ઠ ફુલ બજાર સાથે છેલ્લા પાંચ વર્ષોથી સંકળાયેલા છીએ.