પ્રોફાઇલ

કૃષિ દિશા એગ્રોટેક પ્રા.લિમિટેડ એ ગુજરાતની ગ્રીન હાઉસ બનાવતી અગ્રણી કંપની છે. અમો ખેડુત મિત્રોનેે ગ્રીન હાઉસ બનાવા વિષેના શરૂઆતથી અંત સુધીનાં બધાજ ઉકેલ માત્ર એકજ સ્થળે થી મળે તેવી સેવા આપીએે છીએ. જેમાં પરામર્સ આપવો,સરકારી સહાયતા એટલે કે સબસીડીની સંપુર્ણ માહીતી, લોન મેળવવા માટે મદદ અને ડીઝાઇનીંગ, ફેબ્રીકેશન, બેડ પ્રીપરેશન, ડ્રીપ ઇરીગેશન અને ફોગીન્ગ સીસ્ટમ, પ્લાન્ટેશન કરવુ અને વાવણી કરવી, તથા ગ્રીન હાઉસને કુશળતા પુર્વક ચલાવવા માટે અને વધુમાં વધુ ઉપજ લેવા માટેની સલાહ અમારા તજજ્ઞ કૃષિ વૈજ્ઞાનીકો દ્ધારા આપવી. એટલે જ સૌથી વધુ આવક મેળવનાર મોભાદાર ખેડુતનુ ગૌરવ એટલે કૃષિ દિશા એગ્રોટેક પ્રા.લિમિટેડ.

 

ગ્રીન હાઉસ શું છે.

 

ગ્રીન હાઉસ એ લોખંડના મજબુત માળખા પર સ્પેશ્યલ પ્લાસ્ટીક પેપરના આવરણને ચોક્કસ માત્રા મા જાળવી રાખી વધુ ઉત્પાદન મેળવવાની ટેકનીક છે. જેમા ગેલ્વેનાઇઝ પાઇપોનું મજબુત માળખું બનાવી ઉપર ૨૦૦ માઇક્રોન પેપરનું આવરણ લગાવવામા આવે છે. અને અંદરના ભાગે માટીના સંયોજન કરી પાળા-બેડ બનાવી તેના પર ડ્રીપ ઇરીગેશન સિસ્ટમ,ફોગીન્ગ સિસ્ટમ લગાવી અને ભેજની જાળવણી માટે મલ્ચીંગ પેપરનુ આવરણ લગાવી પાકનું વાવેતર કરવામાં આવે છે.તેના ઉપરના ભાગે ફોગર(ફુવારાઓ) લગાવી ગરમીને નિયંત્રીત કરવામાં આવે છે.આ ઉપરાંત ગ્રીન હાઉસ માં ઉપરના ભાગે પડદા ફીટ કરવામાં આવે છે.જેને ૫૦% શેડનેટ કહેવાય છે.જેને બંધ કરી વનસ્પતીને જરૂરી કાર્બન ડાયોક્સાઇડ સંગ્રહી રાખવામાં આવે છે. સાથો સાથ હવા ઉજાસ અને બહારના જંતુઓને રોકવા માટે ઇન્સેક્ટ નેટ નો ઉપયોગ કરવામાં આવે છે.

આથી . . . ગ્રીન હાઉસ એ કૃષિ પેદાશમાં આવકનું પરિબળ છે.

 

ગ્રીન હાઉસના ફાયદાઓ...

 

 • એક વખત બનાવેલું મજબુત ગ્રીન હાઉસ લાંબા સમય સુધી ઉત્પાદન આપે છે.
 • ગ્રીન હાઉસ બનાવવા માટે આપણી નેશનલાઇઝ બેેંકો લોન પણ આપે છે અને
  સરકારશ્રી મોટા પ્રમાણમાં સબસીડી પણ આપી રહી છે. જેનાં આપણે આભારી છીએ.
 • ખુલ્લી જમીનનાં ૫% જમીનનાં ઉપયોગ ધ્વારા પણ ૧૦૦% ઉત્પાદન મેળવી શકાય છે.
 • આધુનિક ખેતી ધ્વારા પાણી, દવા, ખાતર અને નિંદામણ સાથો સાથ ખેત મજુરોની બચત થાય છે અને
  મજુરો છાંયડામાં ઉત્સાહ પુર્વક કામ કરી શકે છે.
 • ગ્રીન હાઉસમાં પાક અને ઉત્પાદનની સલામતી છે. જે જીવજંતુઓ, રોગો અને અન્ય દરેક પરીબળો ધ્વારા સલામત છે.
  જેથી વેચાણની ચિંતા મુક્તિ મળે છે. અને ખેડુત સુખ - નિંદ્ધાથી રહી શકે છે.
 • આખુ વર્ષ કોઇ પણ શાકભાજી અને ફુલનો પાક લઇ શકીએ છે.
 • રોગ વગર અને શુધ્ધ ઉત્પાદન લઇ શકીએ છીએ.
 • પાણી જરૂરીયાત પ્રમાણેજ અપાય છે અને પાણી નો બગાડ થતો નથી. પાણી ની બચત થાય છે.
 • ટુકાં ગાળામાં થતા પાકો શાકભાજી અને ફુલોનુ વાવેતર કરીને વધારેમાં વધારે રૂપીયા કમાઇ શકીએ છીએ.
 • ગ્રીન હાઉસમાં ૧ વર્ષે શાકભાજીમાં ૧૦ થી ૧૫ લાખ અને ફુલમાં ૨૦ થી ૨૫ લાખ રૂપીયા આવક કમાઇ શકીએ છીએ.
 • ગ્રીન હાઉસમાં શુધ્ધ અને રોગ વગરનું ફળ અને ફુલ લઇ શકાય છે.
 • ટુક માં, ગ્રીન હાઉસમાં ઓછી જગ્યામાં, ઓછા લોકો રાખીને,
  ઓછા પાણીનો ઉપયોગ કરીને વધુમાં વધુ નફો અને અઢળક કમાણી કરી શકાય છે.